ટ્રકની ઠોકર લાગતા બોલેરો પલ્ટી મારી ગયો, ડ્રાઇવરને ઇજા : બોલેરોને હટાવવા ક્રેનની મદદ લેવાયમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક, બોલેરો પીક-અપ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે અકસ્માત સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે પર સનોરા સિરામિકની બાજુમાં આજે બપોરના અરસામાં એક ટ્રકે બોલેરો પિક-અપને ટક્કર મારતા ત્યાં રહેલી એક કાર પણ હડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં વાયર ભરેલી બોલેરો પિક-અપ પલ્ટી મારી ગઈ હતી. તેના ડ્રાઇવરને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ બોલેરોને સાઈડમાં કરવા ક્રેનની મદદ લેવાઈ હતી.