મોરબી : મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તા. 20-5-2025 થી 22-5-2025ના દિવસોમાં મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સવારે 6:30 થી 2:30 કલાક દરમ્યાન અનેક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં તા.20-5-2025 ને મંગળવારના રોજ વૈભવ ફીડરમાં આવતા લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા 1/2/3, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, તા. 21-5-2025 ને બુધવારના રોજ દરબારગઢ ફીડરમાં આવતા મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારો, તેમજ તા. 22-5-2025 ને ગુરુવારના રોજ સિટી ફીડરમાં આવતા મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.