ખોખરા હનુમાન હરિહરધામ અને રોઅર ક્રિકેટ એકેડમી ખાતે યોજાયો કેમ્પમોરબી : ગત તારીખ 16 અને 17 મેના રોજ મોરબીના બે સ્થળે ડો. હસ્તલેખા (હસ્તીબેન) મહેતાના નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 મેના રોજ મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે અને 17 મેના રોજ લીલાપર રોડ પર આવેલા રોઅર ક્રિકેટ એકેડમી ખાતે કેમ્પ યોજાયો હતો.16 મેના રોજ ડો. હસ્તીબેન મહેતાના 179મા કેમ્પનું આયોજન સૌજન્ય માતુશ્રી ચારુમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યા વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ખોખરા હનુમાન, હરિહરધામ, બેલા રોડ, ભરતનગર, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આવેલ દર્દી વજન કરી ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. સુરેશભાઈ કાલરીયા (આંખ વિભાગ સિવિલ) દ્વારા આંખની તપાસ તેમજ જયસુખભાઈ ભાલોડીયા દ્વારા કુદરતી બક્ષિસથી સાંધા, વા, હાથ, પગ, કમરના દુઃખાવામાં પોઇન્ટ આપીને રાહતનો દર્દીઓને અનુભવ કરાવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા મંદિરના સ્ટાફે ખૂબ સરસ જહેમત ઉઠાવી તેમજ કનકેશ્વરીબેન સાથે પણ મુલાકાત થઈ હતી. કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ અને નિશાબેન દેસાઈએ સેવા આપી હતી.તારીખ 17 મેના રોજ મોરબીના લીલાપર સ્થિત રોઅર ક્રિકેટ એકેડમી ખાતે ડો. હસ્તીબેન મહેતાનો 180મો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આવતા સર્વે તાલીમાર્થી તેમજ તેમના પરિવારનું પણ હેલ્થ ચેક અપ કરીને 15 વર્ષ થી ઉપરના તમામ બાળકો અને વડીલોનું બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લગભગ 120 થી વધુ લાભાર્થીની આંખનું સંપૂર્ણ ચેક અપ સુરેશભાઈ કાલરીયા (સિવિલ હોસ્પિટલ મોરબી) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે રાજકુમાર શર્માજી,પોતાની જમીન વિદ્યાર્થીના સુંદર તાલીમ માટે આપનાર કિરીટભાઇ પ્રજાપતિ, અરવિંદસિંહ, મનદીપસિંહ તેમજ સમગ્ર ટીમે સરસ શિસ્તબદ્ધ કામગીરી કરી હતી. આ કેમ્પમાં કેતનભાઈ મહેતાએ બીપી ચેક કરી આપ્યું હતું. તેમજ જયસુખભાઈ ભાલોડીયાએ પણ સેવા આપી હતી. આ કેમ્પના સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, નિશાબેન દેસાઈ અને કૌશિકાબેન રાવલે સેવા આપી હતી.