હવે કંપનીનું પોતાનું સેન્ટર મોરબીમાં : ટાઇલ્સ માટે તમામ પ્રકારના લેટેસ્ટ ડિજિટલ પ્રિન્ટર મશીન મળશે સરળતાથી : એક ફોને 24×7 સર્વિસ પણ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગ માટે ડિજિટલ પ્રિન્ટ મશીન બનાવતી 'DPI ક્રેટાપ્રિન્ટ' કંપનીના પોતાના 'DPI ઇન્ડિયા' સેન્ટરનો મોરબીમાં આજથી પ્રારંભ થયો છે. અનેક મહાનુભાવોની હાજરીમાં આજે ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. મોરબીના લાલપર નજીક ઈશાન બિઝનેસ સેન્ટરમાં પહેલા માળે ઓફિસ નં.101માં 'DPI ક્રેટાપ્રિન્ટ'ના સેન્ટર 'DPI ઇન્ડિયા'નો આજથી શુભારંભ થયો છે. જેની ઓપનિંગ સેરેમનીમાં સિરામિક એસોસિએશન પ્રમુખો મનોજભાઈ એરવાડિયા, સંદીપભાઈ કુંડારિયા, તેમજ હરેશભાઇ બોપલીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'DPI ક્રેટાપ્રિન્ટ' કંપની સિરામિક ટાઇલ્સ માટેના ડિજિટલ પ્રિન્ટરનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ભારતમાં સૌપ્રથમ ટાઇલ્સનું ડિજિટલ પ્રિન્ટર લઈ આવનાર આ જ કંપની હતી. હવે કંપનીના પોતાના સેન્ટરનો મોરબીમાં પ્રારંભ થવાથી સિરામિક એકમોને ડિજિટલ પ્રિન્ટર સંબંધિત તમામ સેવાઓ ખૂબ જ સરળતાથી મળશે. 'DPI ક્રેટાપ્રિન્ટ' કંપનીના હાલ 200થી વધુ ડિજિટલ પ્રિન્ટર સિરામિક એકમો વાપરી રહ્યા છે. તેઓને કંપનીના મશીન અને આફ્ટર સેલ્સ સર્વિસથી સંપૂર્ણ સંતોષ છે. હવે સિરામિક એકમોને મોરબીમાંથી જ તમામ પ્રકારના લેટેસ્ટ ડિજિટલ પ્રિન્ટર એકદમ સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત તમામ સર્વિસ પણ 24×7 મળશે. વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો. 'DPI ઇન્ડિયા'ઓફિસ નં.101, પહેલો માળ,ઈશાન બિઝનેશ સેન્ટર 8એ નેશનલ હાઇવે, લાલપરસેલ્સ ડિરેકટર અનુભવ શર્મા મો.નં. 99981 86402