સેમિનારમાં બાળકોનું સુગર, બ્લડ સુગર અને કિડની માટેના રિપોર્ટ ફ્રી કરી અપાશેમોરબી : ઈન્ડિયન મેડિકલ એસોસિએશન- મોરબી, પીડિયાટ્રિક એસોસિએશન અને RSSDI ગુજરાત ચેપ્ટરના સહયોગથી ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ખાસ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિદ્યાલયની સામે આવેલા IMA હોલ ખાતે આગામી તારીખ 25 મે ને રવિવારના રોજ સવારે 8-30 થી 11 વાગ્યા સુધી આ ફ્રી સેમિનાર યોજાશે. આ સેમિનારમાં આવનાર દરેક બાળકોનું HbA1C (છેલ્લા ત્રણ મહિનાનું એવરેજ સુગર), RBS (બ્લડ સુગર) અને UACR (કિડની માટે)નો રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. આ સેમિનારમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન- રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી અપૂલભાઈ દોશી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સેવાભાવી તબીબ તરીકે ડો. ચિરાગ અઘારા, ડો. સાગર બરાસરા, ડો. સંદીપ મોરી અને ડો. મલય પારેખ સેવા આપશે. સેમિનારમાં આવનાર દરેક બાળકને જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન- રાજકોટ તરફથી ટાઈપ-1 ડાયાબિટીસમાં ઉપયોગી કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સેમિનારમાં હાજરી આપવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 95103 60647 (ઉમા ડાયાબિટીસ સેન્ટર-મોરબી) પર સંપર્ક કરવા જણાવાયું છે.