મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 19 મે ને સોમવારના રોજ ઘઉં, કપાસ, મગફળી, જીરું, બાજરો, સુવાદાણા, મેથી, વરીયાળી, ચણા, એરંડા, ગુવાર બી, રાય અને રાયડો તથા લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 1109 ક્વિન્ટલ એટલે કે 5545 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 552 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 160 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4080 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના 1351, મગફળીના 934, બાજરાના 570, સુવાદાણાના 1412, મેથીના 900, વરીયાળીના 1342, ચણાના 1074, એરંડાના 1210, ગુવાર બીના 888 રાયના 1301 અને રાયડાના 1054 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 460 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 200 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 1400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.