સમૂહ લગ્નમાં 11 યુગલોએ વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડયામોરબી : માતા રમાબાઈ આંબેડકર સમુહ લગ્ન સમિતિ મોરબી દ્વારા પાંચમા સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સમૂહ લગ્નમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ દરમ્યાન નિતીનકુમાર ડોડીયાએ જણાવ્યું હતું કે, માતા રમાબાઈ આંબેડકર સમુહ લગ્ન સમિતિ દ્વારા આ પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ તેમના દ્વારા 4 સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં તેમના દ્વારા 60 થી 65 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ સેવાકીય પ્રવૃત્તિ આગળ પણ ચાલુ રાખવામાં આવશે. તેમજ જે મા-બાપ વિહોણી દીકરી હોય તેઓ પણ તે દીકરીના લગ્ન કરી શકે, તેમજ તેમને આર્થિક જરૂરિયાત ધરાવતા હોય તેમના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે. આ સમુહ લગ્નની શરૂઆતમાં જ 11 જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા.