ચાર દુકાનોના કાચ ફૂટ્યા, અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના પણ અહેવાલ : તંત્ર તાકીદે કાકરા હટાવે તેવી માંગમોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર વરસાદ બાદ નાખવામાં આવેલા કાંકરા વાહનના ટાયરની નીચે આવીને ગોળી માફક છૂટતા હોય કોઈ જાનહાની સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ અંગે વિગત આપતા સ્થાનિક વેપારી શબીરભાઈએ જણાવ્યું કે મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર સુપર ટોકીઝથી આશીર્વાદ પાન સુધી કાકરા નાખવામાં આવ્યા છે. આ કાકરા વાહનના ટાયર નીચે આવીને ગોળીની જેમ ફૂટે છે. અનેક લોકોને આ કાકરા લાગવાથી ઇજાગ્રસ્ત થયાના બનાવ પણ બનેલ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે આ કાકરા ગોળીની જેમ છૂટી દુકાન ઉપર પણ આવે છે. તેઓના મોર્ડન બ્યુટી પાર્લરનો કાચ પણ આ કાકરા લાગવાના કારણે ફૂટી ગયો છે. આવી જ રીતે કે સન્સ ટેઇલર, જયકો ટેઇલર અને ગણેશ ટેઇલરના કાચ પણ ફૂટી ગયા છે. વેપારીઓને આ કાકરાને કારણે નુકસાની સર્જાઈ છે. વધુમાં આ કાકરા કોઈનો જીવ લ્યે તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.