મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે સ્વામિનારાયણ સોસાયટીમાં જવાના રસ્તે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી તેજસ ઉર્ફે પિન્ટુ નરસીભાઈ લાંઘણોજા નામના શખ્સને રોકડા રૂપિયા 2400 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.