ટંકારા : ટંકારાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમનો એક દરવાજો આજે સવારે ખોલવામાં આવ્યો છે. આજે 17 મે ને શનિવારના રોજ સવારે 8-20 વાગ્યે ડેમી-2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે.મહત્વનું છે કે, હેઠવાસના ચેકડેમોને ભરવા માટે ડેમી-2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હેઠવાસના ચેકડેમોને ભરવા માટે ડેમમાંથી 586 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમના હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના- નસીતપર, નાના રામપર અને મોટા રામપર તથા મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલ ડેમી-2 ડેમ 36.99 ટકા ભરાયેલો છે.