તાલુકા પોલીસે 6 ગ્રામ મેફેડ્રોન કબ્જે કર્યું : અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું મોરબી : મોરબી-વાંકાનેર હાઈવે પર હોટેલમાંથી એક શખ્સને 6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં એક અન્ય શખ્સનું નામ ખુલતા તેને પણ પકડી લેવા કવાયત હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-વાંકાનેર હાઈવે પર ગુરુકૃપા કોમ્પલેક્ષની સામે આવેલ સમદેવ હોટેલમાંથી આરોપી કાનારામ બાબુલાલ ડારા ઉ.વ.૨૬, રહે. હાલ મકનસર, ધર્મમંગલ સોસાયટી, મુળ રહે. દાતીવાડા, જી.જોધપુર, રાજસ્થાન વાળાને માદક પદાર્થ મેફેડ્રોન પાવડર ૬ ગ્રામ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ. ૩૯૪૦/- તથા બે અલગ-અલગ ડીઝીટલ વજનકાંટા કિ.રૂ.૬૦૦/- તથા મળી કુલ કિ.રૂ.૮૪.૫૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત રમેશભાઈ બિશ્નોઈ રહે. ગામ-સવર, તા.બિલાડા, જી.જોધપુર, રાજસ્થાનવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં પીઆઇ એસ.કે.ચારેલ, પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એચ.ભટ્ટ, મોરબી એસ.ઓ.જી શાખાના પોલીસ હેડ કોન્સ મનસુખભાઇ દેગામડીયા, પોલીસ કોન્સ. ફતેસિંહ પરમાર, એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ.અંબાપ્રતાપસિંહ જાડેજા, મહાવીરસિંહ પરમાર, દેવશીભાઈ મોરી, પોલીસ કોન્સ. કેતનભાઇ અજાણા, રમેશભાઈ મુંધવા, મહેન્દ્રસિંહ ચુડાસમા, કુલદિપભાઇ કાનગડ, વિજયભાઈ ડાંગર, શક્તિસિંહ જાડેજા, તેજાભાઈ ગળચર, સિધ્ધરાજભાઇ લોખીલ, યશવંતસિંહ ઝાલા, હસમુખભાઇ વોરા રોકાયેલ હતા.