ત્રણ દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો : રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું આજે મોત નીપજ્યુંમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રણ દિવસ પૂર્વે એક 15 વર્ષની બાળકીને કારે હડફેટે લીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીનું આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.14ના રોજ સવારે 11 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલી ઝરણા દિલીપભાઈ જાદવ ઉ.વ.15ને કારે હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકીને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે 8 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.ઈજાગ્રસ્ત બાળકીને પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જોકે, આજે સવારે 8 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. વધૂમાં આ બાળકી પડધરીની હોય, તે તેના માસીને ત્યાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.