મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લાસાસેરા નામની સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની મેહુલકુમાર અર્જુનભાઇ બામણિયા ઉ.18 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.