વાંકાનેરના માર્કેટ ચોકથી લઈને મુખ્યબજાર સુધી અંદાજિત 1.5 કિમી ચાલીને જાહેર રસ્તા પર લાગેલ રાષ્ટ્રધ્વજને ફરજના ભાગરૂપે ત્યાંથી ઉતારી લેવાયાવાંકાનેર : ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા હતા. જેને વધાવતા ઠેરઠેર તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાંકાનેરમાં પણ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણે જાહેર જનતા દેશની ફરજના ભાગરૂપે એક સામાન્ય નાગરિક તરીકે આપણા દેશના રાષ્ટ્રધ્વજ જો ખંડિત થયેલ, ધૂળ લાગેલ અથવા અન્ય કોઈ પણ રીતે જો રાષ્ટ્રધ્વજની ગરિમા સચવાતી ના હોય તો તેને ત્યાંથી કાઢી લેવાની એક દેશ ના નાગરિક ની ફરજના ભાગરૂપે આજરોજ તા.16-5-2025 ને શુક્રવારના રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાંકાનેર તાલુકાના નવા BRC તેમજ સંગઠન સાથે રહેલા વાંકાનેરના પ્રાથમિક શિક્ષકો સાથે જોડાઈને આવું એક અનેરું મિશન નિભાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન વાંકાનેર શહેરના માર્કેટ ચોકથી લઈને પ્રતાપ ચોક, પ્લેહાઉસ, ચાવડીચોક, અને મુખ્યબજાર આમ સમગ્ર રૂટમાં અંદાજિત 1.5 કિમી ચાલીને જાહેર રસ્તા પર બધે લાગેલ આપણા રાષ્ટ્રધ્વજને આપણી ફરજના ભાગરૂપે ત્યાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને ત્યાં રહેલ તમામ નાગરિકોને આ બાબતે વાકેફ કરાયા હતા.