બપોર બાદ જાંબુડિયામાં ડીમોલેશન : ત્રાજપર ગામે પણ નોટિસો અપાઈ ગઇ, થોડા દિવસોમાં ત્યાં પણ ઓપરેશન હાથ ધરાશેમોરબી : મહાપાલિકા બાદ હવે ગ્રામ્ય મામલતદાર તંત્ર દ્વારા પણ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મકનસર ગામે આજે ગ્રામ્ય મામલતદારની ટિમ દ્વારા 10 જેટલા દબાણો તોડી પાડી કુલ 15 એકર જેટલી સરકારી જગ્યા ખુલી કરાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા મકનસર ગામે સરકારી જગ્યામાં ખડકાયેલા 15 જેટલા દબાણોને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી પાંચ જેટલા દબાણ કારોએ સ્વેચ્છાએ પોતાની જગ્યા ખાલી કરી દીધી હતી. બાકીના વધેલા 10 જેટલા દબાણો ઉપર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ કુલ 15 જેટલા દબાણો હટી જતા 15 એકર જેટલી જગ્યા ખાલી થઈ છે. વધુમાં ગ્રામ્ય મામલતદારની ટિમે જણાવ્યું કે જાંબુડીયામાં પણ બપોર બાદ ડિમોલેશન હાથ ધરવામાં આવશે. આ સાથે ત્રાજપર ગામે પણ નોટિસો અપાઈ ગઈ છે ટૂંક સમયમાં ત્યાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.આ મામલે ભરતભાઇ જેઓના મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું તેઓએ તંત્ર સામે આક્ષેપ કરતા કહ્યું કે સૌની મિલી ભગત છે. આજુબાજુના દબાણો હટાવવવામાં આવ્યા નથી. માત્ર તેઓનું જ મકાન પાડવામાં આવ્યું છે.