પોલીસે અલગ અલગ બ્રાન્ડની 28 બોટલ કબ્જે કરીમોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાપર અને પીપળી ગામ નજીક બે અલગ દરોડા પાડી વિદેશી દારૂની 28 બોટલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલ પવન મિનરલ કારખાના પાસેથી આરોપી ભાવેશ વિષ્ણુભાઈ વિરમગામા રહે.રંગપરવાળાને વિદેશી દારૂની 15 બોટલ કિંમત રૂપિયા 7878 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળિયા નામના શખ્સને વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 10,198 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.