બાલાસરા પરિવાર દ્વારા 21 થી 23 મે દરમિયાન ભવ્ય આયોજન મોરબી : મોરબીના કિશનગઢ (સોખડા) ગામે બાલાસરા પરિવાર દ્વારા આગામી તારીખ 21 થી 23 મે દરમિયાન મોમાઈ માતાજી અને રાંદલ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પ્રથમ દિવસે સ્થાપિત દેવોનું પૂજન સાથે યજ્ઞનો પ્રારંભ થશે. યજ્ઞના આચાર્ય પદે હશુભાઈ પંડ્યા બિરાજશે. બીજા દિવસે જલયાત્રા, સામૈયા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમ યોજાશે. સાથે જ 22 મે એ રાત્રે 9 કલાકે ભવ્ય દાંડિયા રાસ યોજાશે. જેમાં કલાકાર વિજયભાઈ આહીર, સુરેશભાઈ મારુ, હિરલબેન ડાંગર રાસ ગરબાની રમઝટ બોલાવશે. મહોત્સવના અંતિમ દિવસે બીડું હોમવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે ધ્વજા રોહણ કરાશે. આ પ્રસંગે અનેક સંતો મહંતો પણ હાજરી આપશે.