મોરબી : જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013 હેઠળ અંત્યોદય અને અગ્રતા ઘરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે-2025 માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-25 માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.ઉપરાંત જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું 0 થી 5 વર્ષના બાળકો કે જેમનું e-KYC પૂર્ણ થયેલ નથી તેઓને પણ અનાજનો જથ્થો મળી રહેશે. ઉપરાંત 18 વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું e-KYC થયેલ નથી તે રેશનકાર્ડ ધારકોને e-KYC કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા એપ્રૂવ આપ્યાના ચોવીસ(24) કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેવું મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.