હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે 586 ક્યુસેક પાણી છોડાશેમોરબી : ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમના આવતીકાલે શનિવારે 1 દરવાજો ખોલવામાં આવશે. હેઠવાસના ચેકડેમોને ભરવા માટે ડેમમાંથી 586 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમી-2 સિંચાઈ યોજનાના દરવાજા ખોલીને ડેમના હેઠવાસમાં આવેલ ચેકડેમો ભરવા માટે 37 એમસીએફટી પાણી છોડવા રજુઆત મળી હતી. જે અન્વયે મંજૂરી મળતા ડેમના દરવાજા તા.17ના રોજ 8 કલાકે ડેમનો 1 દરવાજા એક ફૂટ ખોલી 586 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેથી ડેમના હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના- નસીતપર, નાના રામપર અને મોટા રામપર તથા મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. તેમ ડેમના સેક્શન ઓફિસરની યાદીમાં જણાવાયું છે.