આજે પ્રથમ દિવસે 92 જેટલા બાળકોએ સમર કેમ્પનો લાભ લીધોટંકારા : બાળકોના શારીરિક માનસિક સ્વાસ્થ્યની સાથે સર્વાંગિક વિકાસ અને સંસ્કારનુ સિંચન યોગના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં 250થી વધુ સ્થળો પર થશે. ત્યારે આજે તા. 16-5-2025 થી તા. 30-5-2025 સુધી 'યોગ સાથે ઉલ્લાસ બાળ મનનો વિકાસ' નિશુલ્ક સમર યોગ ટ્રેનિંગનું ગાયત્રીનગર પ્રાથમિક શાળા, ટંકારા ખાતે આયોજન કરાયું છે. આ શિબિરમાં 7 વર્ષથી 15 વર્ષ સુધીના પ્રથમ 100 બાળકો ભાગ લઇ શકશે. સમર કેમ્પમાં ભાગ લેવાથી શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ, એકાગ્રતામાં વધારો, ઉત્તમ સંસ્કારનુ સિંચન, મોબાઈલના એડીકટેશનથી દુર કરવા આઉટડોર રમતો તરફ પ્રાધાન્યતા, ટીમ વર્ક (લીડરશીપના ગુણો) તેમજ સર્જનાત્મક શક્તિ કૌશલ્ય વગેરે જેવા ફાયદાઓ થશે. આજે 92 જેટલા બાળકોએ સમર કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પનું સંચાલન કંચન સારેસા, ડિમ્પલ સારેસા અને મીરા હિંશુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે દિનેશભાઈ વાધરિયા, રૂપસિંહ ઝાલા, દેવજીભાઈ પડસુંબિયા, એડવોકેટ સંજયભાઈ ભાગીયા ઉપસ્થિત રહ્યા હતા.