ન્યૂરોસર્જન ડો.પ્રતિક પટેલ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કચ્છના એક યુવાન દર્દીના ગરદનના મણકાની ગાદી ખસી જતા આયુષ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ દ્વારા તેઓની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે.આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ કચ્છના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષના દર્દી કે જે ખેતરમાં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદનમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલમાં બતાવેલ પણ રાહત થઇ ન હતી. જેથી તેઓ આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ હતા. જ્યાં તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે ગરદનના 5માં અને 6ઠા મણકાની ગાદી ખસી જતા તકલીફ થઇ હતી. ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. દર્દીને હાલમાં દુખાવામાં રાહત છે અને દર્દીએ હોસ્પિટલના તમામ સ્ટાફ અને ડોકટરોનો આભાર વ્યકત કર્યો છે.