તંત્રની લાલિયાવાડી, 100 વખત ફોન કર્યા છતાં નિરાકરણ નહીં માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના સુલતાનપુર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાઈટ ન હોવા બાબતે સુલતાનપુરના રહીશ વિડજા ભાવેશ અશોકભાઈ દ્વારા પીપળીયા પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, સુલતાનપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 3 મહિનાથી લાઈટ નથી અને કચેરીના ફોન નંબર ઉપર 100 જેટલી કમ્પ્લેઇન કરેલ છે. છતાં આજ દિન સુધી લાઈટ રીપેર કરવામાં આવી નથી. તો આ લાઈટ રીપેર કરવા જાણ કરવામાં આવી છે. તેમજ જો બે દિવસમાં લાઈટ રીપેર કરવામાં નહીં આવે તો માળિયા (મિયાણા) મામલતદાર તેમજ મોરબી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.