મોરબી : મોરબી કલેક્ટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 11 માસના કરાર આધારિત કાયદા સલાહકારની 1 જગ્યા (પગાર 60,000 ફિક્સ પ્રતિ માસ)થી ભરવામાં આવશે. નિયત લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો પાસેથી આ માટે અરજીઓ મંગાવાઈ છે. અરજી પત્રકનો નમૂનો, લાયકાત તથા અનુભવ અંગે મહેસૂલ વિભાગના ઠરાવથી નક્કી થયેલ માહિતી કલેક્ટર કચેરી મોરબીની વેબસાઈટ morbi.gujarat.gov.in તથા morbi.nic.in પરથી ડાઉનલોડ કરીને મેળવી શકાશે.અરજી સીલબંધ કવરમાં કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબીની રજિસ્ટ્રી શાખામાં 31-5-2025ના સાંજના 6 વાગ્યા સુધીમાં મળી જાય તે રીતે આરપીએડી અથવા રૂબરૂ મોકલી આપવા જણાવાયું છે.