રાજકોટ : પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે અગાઉ રદ કરવામાં આવી હતી, તે હવે તા. 17-5-2025ના રોજથી રાબેતા મુજબ દોડશે. તા. 16-5-2025ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નં. 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે. વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.