પોલીસે બે દિવસમાં જિલ્લાભરના હાઇવે ઉપર ચેકીંગ કરી બે રોંગ સાઈડ, ઓવર સ્પીડ, નંબર પ્લેટ વગરના, ઓવરલોડ, નડતરરૂપ પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરીમોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા હાઇવે ઉપર છેલ્લા બે દિવસમાં ભારે વાહનો વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરી રોંગ સાઈડ, ઓવર સ્પીડ, નંબર પ્લેટ વગરના, ઓવરલોડ, નડતરરૂપ પાર્ક કરેલા ૧૦૭ ભારે વાહનો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે ૧૬ વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં તા.૧૪ થી તા.૧૬ સુધી હાઇવે ઉપર રોંગ સાઈડ ચાલતા ભારે વાહનોની ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૮૦૨ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. હાઇવે ઉપર રોંગ સાઇડમાં ચાલતા ભારે વાહનો ચાલકો સામે ૧૮ કેસ કરી કુલ રૂ.૫૭૦૦૦/- દંડ વસુલવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ ૧૫ કેસ કરવામાં આવ્યા હતા. વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ ૨૧ કેસ કરવામાં આવ્યા હતા. રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૨૦ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ ૩૩ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા. વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ભારે વાહનો વિરૂધ્ધ એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૬ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા.