નાપાસ થયેલા કે મળેલા ગુણથી અસંતોષ વિદ્યાર્થીઓ માટે ખાસ અભિયાનમોરબી : ધોરણ 12 સાયન્સ વિભાગના એવા વિદ્યાર્થીઓ જેમણે માર્ચ-2025માં લેવામાં આવેલી બોર્ડ પરીક્ષા આપી છે અને એક કે વધુ વિષયોમાં નાપાસ થયેલા હોય અથવા ઓછા ગુણ મળ્યા હોવાથી પોતાના ગુણ થી અસંતોષિત હોય, તેમના માટે મોરબી જિલ્લામાં અનોખું અને લાભદાયી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી – મોરબી અને ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ– મોરબીના સંયુક્ત ઉપક્રમે, “સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુનઃ તૈયારીની તક આપવી અને આવતી પૂરક પરીક્ષા (જૂન-2025 )માં વધુ ગુણ મેળવી સફળતા મેળવવામાં મદદરૂપ થવાનો છે.વર્ગની ખાસિયતોની વાત કરીએ તો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત જેવા અઘરા વિષયોની ગુણવત્તાપૂર્ણ તૈયારી, અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન, નિયમિત MCQ અને લેખિત ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન, પરીક્ષાની દૃષ્ટિએ ઉપયોગી અભ્યાસક્રમ આવરી લેવાશે, શિસ્તબદ્ધ અને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવશે.આ સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગમાં મોરબી જિલ્લામાં આવેલી કોઈપણ શાળામાંથી ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરનારા એવા તમામ વિદ્યાર્થીઓ જે પરિણામ સુધારવા માંગતા હોય અને પૂરક પરીક્ષા (જૂન 2025 ) માં પરીક્ષા આપવાના હોય તેવા વિદ્યાર્થીઓ આ વર્ગમાં જોડાઈ શકે છે. આ વર્ગો 21 મેથી સવારે 8 થી 12 કલાક સુધી મોરબીની ધી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે ચાલશે. 'સ્પેશિયલ ઇમ્પ્રુવમેન્ટ વર્ગ'માં જોડાવવા માટે તારીખ 18/05/2025 થી તારીખ 20/05/2025 સુધીમાં ઓનલાઈન લિંકથી રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન માટે સુધીર વી. ગાંભવા (મો.નં. 99256 50006) પર વિદ્યાર્થીઓએ સંપર્ક કરી પોતાનું નામ નોંધાવવાનું રહેશે. અથવા surveyheart.com/form/682710af6a5c2806fd430e75 પર જઈન ફોર્મ ભરી શકાશે.