મોરબી : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યો માહોલ ઉભો થયો છે. ત્યારે કોઈપણ પરિસ્થિતિમાં સહાય આપવા માટે મોરબી જિલ્લા મિશન નવભારતની ટીમ તત્પર છે. આજ રોજ મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સાથે મુલાકાત કરી હતી અને તંગ પરિસ્થિતિમાં મિશન નવભારતના તમામ કાર્યકરો ભારત સરકાર અને તંત્ર સાથે ખડેપગે ઉભા રહી કામ કરવા તત્પર હોવાની ખાતરી આપી હતી. કોઈપણ સમયે કોઈપણ પ્રકારની નૈતિક કે લોજિસ્ટિક સહાય આપવા માટે તત્પર હોવાની પણ ખાતરી કલેક્ટરને આપવામાં આવી હતી.