વેકેશનમાં બાળકો રાત્રીના કિલ્લોલ કરતા તે દ્રશ્યો તંત્રના પાપે ભૂતકાળ બન્યામોરબી : મોરબીના કેસર બાગમાં છેલ્લા એક અઠવાડિયાથી લાઈટો બંધ હાલતમાં હોય, અહીં વેકેશનમાં બાળકો રાત્રે કિલ્લોલ કરતા તે દ્રશ્યો ભૂતકાળ બની ગયા છે. મોરબીના સામાકાંઠે આવેક કેસરબાગ એકમાત્ર બાગ છે જ્યાં બાળકોને ફરવા લઈ જાય શકાય છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં લાઈટો બંધ હાલતમાં છે. જેના કારણે વેકેશન હોવા છતાં પણ સાંજ પડ્યે અંધારામાં બાગ વેરાન બની જાય છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે. આસપાસ વિસ્તારના બાળકોને રાત્રે ફરવા માટેનું આ બાગ એકમાત્ર સ્થળ હતું.વધુમાં અહીં આજુબાજુના સ્થળોએ પણ લાઈટો બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે અહીં લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગ છે.