પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્માબેન દુધરેજીયા તો સેક્રેટરી પદે મનિષાબેન ગણાત્રાની નિમણૂકમોરબી : પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલ મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબના વર્ષ 2025 -26 ના નવા પ્રેસિડેન્ટ તથા તેમની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા પ્રેસિડેન્ટ, તથા મનિષાબેન ગણાત્રાની સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે તેમ ગત વર્ષના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ તેમની યાદીમાં જણાવ્યું હતું.આ ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પૂનમબેન હિરાણી, કામિનીબેન સિંગ, સાધનાબેન ઘોડાસરા તથા હીનાબેન પંડ્યા તેમજ ટ્રેઝરર તરીકે પ્રીતિબેન દેસાઈ તથા જોઈન્ટ ટ્રેઝરર તરીકે સુનીતાબેન દોશી, કોમલબેન તેમજ પૂર્વીબેનને જવાબદારી સોંપાઈ હતી. જોઈન્ટ સેક્રેટરી તરીકે હીનાબેન પરમાર, પાયલબેન આશરને જવાબદારી સોંપાઈ હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ઉમાબેન સોમૈયા, નિમિષાબેન ખન્ના, ઇલાબેન દોશી તેમજ પુનિતાબેન છૈયાને સર્વાનુમતે જવાબદારી સોંપાઈ હતી. આ તકે ફાઉન્ડર શોભનાબા ઝાલા, સિનિયર કાઉન્સિલર પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ આઈ. પી. પી. મયુરબેન કોટેચાએ આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.