મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલા સ્ટાફ માટે મહિલા શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીન શૌચાલય સુવિધાનું લોકાર્પણ તારીખ 15 મે ના રોજ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મહિલા સ્ટાફ દ્વારા રીબીન કાપીને શૌચાલય સુવિધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે કમિશનર, ડેપ્યુટી કમિશનર તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ મોરબી મહાનગરપાલિકા આગામી સમયમાં પણ મહિલા કર્મચારીઓ માટે વધુ સારી સુવિધાઓ આપવા નિરંતર પ્રયાસ કરતું રહેશે તેમ જણાવ્યું હતું.