વાંકાનેર : 16મી મેના રોજ સમગ્ર વિશ્વમાં ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગ રુપે આજે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોમાં અને સબસેન્ટર પર ઉજવણી કરવામાં આવી.જેમાં મેલેરીયા રોગ પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તે હેતુથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો પર રંગોળી ના માઘ્યમથી ડેન્ગયુથી બચવાનો સંદેશો આપવામાં આવ્યો. તેમજ પાડઘરા કોઠી અને તીથવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની રંગોળીએ લોકોનું ઘ્યાન ખેંચ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તથા દરેક ગામમાં પત્રીકા વિતરણ કરવામાં કરવામાં આવી. તથા જાહેર જગ્યાઓએ પોસ્ટર લગાડવામાં આવ્યા. જેથી લોકોમાં વાહકજન્ય રોગચાળા વીશે જાણી સંયમથી પગલાઓ લઇ શકે. સબસેન્ટરના ગામોમાં મેલેરીયાના મચ્છર ઉત્પન કરતા પોરા નિદર્શન કરવામાં આવ્યા. આવા પોરાનું ભક્ષણ કરતી ગપ્પીફીસ નિદર્શન કરાઈ. આ તમામ કામગીરી સઘન એન્ટીલાર્વલ દ્વારા કરવામાં આવી. ડેન્ગયુ દિવસ ઉજવણીને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા તથા તાલુકા મલ્ટીર્પપઝ હેલ્થ સુપરવાઇઝર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફીસર અને તમામ સુપરવાઇઝભાઇઓ તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.