માળિયા (મિયાણા) : જે તા.16-5-2025 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવસરનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળિયા, સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઈ પારજીયા, ગામના આગેવાન અશોકભાઈ બાપોદરીયા, દિનેશભાઈ પારજીયા, માળિયા તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ, અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખ મારુતભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિમેષ રંગપરીયા તથા આયુષ મેડિકલ ઓફિસર ડો. દીપિકાબેન કાપડિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને તેમના પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરવામાં આવ્યા હતા. તેમજ લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં ખાખરેચી ગામમાંથી તેમજ આજુ-બાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. તેમજ કુલ 28 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તથા માળિયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ પરમાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.