મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક આવેલ ઓવરબ્રિજ નીચેથી તાલુકા પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી કિરીટભાઈ મનસુખભાઇ સોલગામા ઉ.56 રહે.જાંબુડિયા વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 480 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.