ક્રાઈમબ્રાન્ચે માળીયા હાઇવે ઉપરથી ટ્રક ચાલકને ઝડપી લીધોમોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપરથી મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે ટ્રકમાં માટીની આડમાં છુપાવી લઈ આવવામાં આવતો બિયરનો જથ્થો ઝડપી લઈ ટ્રક ચાલકની ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાનના ટ્રકમાં સફેદ માટીની આડમાં બિયરનો જથ્થો લઈ આવવામાં આવી રહ્યો છે જે બાતમીને આધારે મોરબી - માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર મરક્યુના સિરામિક સામે રોડ ઉપર ઉભેલા ટ્રકને ચેક કરતા ટ્રકમાંથી આરોપી રાજેન્દ્ર કાનારામ બાંગળા રહે.નાગોર રાજસ્થાન વાળાના કબ્જામાંથી બિયરના 112ટીન કિંમત રૂપિયા 12,992તેમજ 5000નો મોબાઈલ ફોન અને 30 લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 30,17,992નો મુદ્દામાલ કબ્જે કરી તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.