મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો, રૂ.78,600 રોકડા ઝડપાયાહળવદ : હળવદ શહેરમાં આવેલી વડનગર સોસાયટીમા જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી છ જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.જો કે, જુગારધામ સંચાલક એવો આરોપી નાસી ગયો હતો.બનાવ સ્થળેથી પોલીસે રોકડા રૂપિયા 78,600 કબ્જે કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેતા આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા, સુરેશભાઇ સીધાભાઇ ભદ્રેસીયા, જયંતિભાઇ મજીભાઇ ચાવડા, ચેતનભાઇ પ્રેમજીભાઇ કરોતરા, ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા અને આરોપી અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્કને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 78,600 કબ્જે કર્યા હતા. જો કે દરોડા દરમિયાન આરોપી હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વડનગર સોસાયટી વાળા નાસી જતા પોલીસે હકાભાઈને ફરાર દર્શાવી સાતેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.