કોન્ફરન્સ માટે બન્ને વેપારીઓ ક્વોલિફાઇ થયા હતા, પણ દેશદાઝ બતાવી બન્નેએ ટુર રદ કરીમોરબી : અજરબૈજાને યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને સપોર્ટ કર્યો હોવાથી મોરબીના બે વેપારીઓએ ત્યાં કોન્ફરન્સમાં જવાનું હોવા છતાં ટુર કેન્સલ કરી દેશપ્રેમ દેખાડ્યો છે. આ મામલે મોમાઈ ઓટોના માલિક ધર્મદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે વર્ષ 2024-25માં લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે તેઓની અને તેઓના મિત્ર એવા જીની ઓટોના માલિક મુકેશભાઈ સોઢીયાની પસંદગી થઈ હતી. આ કોન્ફરન્સ અજરબૈજાનમાં યોજાનાર હોય, પણ આ દેશે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો. જેથી તેઓએ દેશપ્રેમ બતાવીને આ ટુર કેન્સલ કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને તુર્કી અને અજરબૈજાન આ બે દેશોએ સપોર્ટ આપ્યો હતો. આ બન્ને દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો ફરવા જાય છે. પણ અત્યારે મોટાભાગના ભારતીયો પોતાની ટુર કેન્સલ કરી બોયકોટ તુર્કી અને બોયકોટ અજરબૈજાનને સમર્થન આપી રહ્યા છે.