વાંકાનેર : વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાસર ગીર ખાતે સિંહની વસ્તી ગણતરીના નિરીક્ષક તરીકે જોડાયા છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, સાસણ ગીર ખાતે સિંહની વસ્તી ગણતરીના નિરીક્ષક તરીકે જોડાઈને આ પ્રવાસમાં મેં વ્યક્તિગત રીતે 81 સિંહોની ગણતરી કરી, મારા માટે આ ક્ષણ ચિરસ્મરણીય રહેશે. ગીરની આગવી ઓળખ એવા આપણા એશિયાઈ સાવજની ગણતરીમાં સામેલ થવાથી અત્યંત હર્ષ અને ગૌરવની અનુભૂતિ કરું છું.પ્રતિ પાંચ વર્ષે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સિંહની વસ્તીનો અંદાજ લેવામાં આવે છે. 16મી સિંહ વસ્તી ગણતરી - 2025 અંતર્ગત હાલ રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકા વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી અને સ્થાનિક લોકો અને અગ્રણીઓની ભાગીદારીથી એશિયાઈ સિંહોની ગણતરી કરવામાં આવી રહી છે.