મોરબી : સમસ્ત કડવા પાટીદાર રાજપરા પરિવાર દ્વારા આવતીકાલે તા. 16-5-2025 ને શુક્રવારના રોજ માનસર ખાતે શ્રી મલાર માતાજીના દ્વિતીય પાટોત્સવ તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 16-5-2025 ને શુક્રવારના રોજ સવારે 7:30 કલાક દરમ્યાન દેહશુદ્ધિ, બપોરે 11 કલાકે શ્રી મલાર માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદ, બપોરે 3:30 કલાકે બિડુ હોમવામાં આવશે. આ પાટોત્સવમાં મનોજભાઈ પ્રાગજીભાઈ રાજપરા (કાલિકાનગર)ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. તો આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા સમસ્ત રાજપરા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.