ટંકારા : ટંકારા પંથકમાં સવારથી ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે સાંજના સુમારે અનેક વિસ્તારોમાં ફરી કમોસમી માવઠું વરસ્યું છે. ટંકારા નગર, ખીજડિયા, લજાઈ, નેસડા સુરજી સહિતના ગામોમાં ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારે પવન સાથે ફરી માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.