મોરબી : મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ તા. 16-5-2025 તથા તા. 17-5-2025ના રોજ રોજ મેઇન્ટેનન્સની કામગીરી માટે કેટલાક વિસ્તારોમાં સવારે 6:30 થી 1:30 કલાક દરમિયાન વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં તા. 16-5-2025ને શુક્રવારના રોજ રેલવે ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો તેમજ તા. 17-5-2025ને શનિવારના રોજ શ્રદ્ધા ફીડરમાં આવતા વિસ્તારો જેવા કે, શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા, ફૂલછાબ સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વિજકાપ રહેશે. તથા કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.