મોરબી : ગુરુમહારાજ સિદ્ધસંત કાનસ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા તેમજ પૈતૃક વારસો જાળવવા તા. 17-5-2025 ને શનિવારના રોજ સતરમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 17ના રોજ સવારે 8:30 કલાકે ગુરુવંદના, સવારે 9 કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે 12 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ, બપોરના 12:45 કલાકે મહાપ્રસાદ અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પાટોત્સવનો લાભ લેવા સંત સરસ્વતી માતાજી સેવા સમિતિ સંત શ્રી કાન સ્વામી મહારાજની જગ્યા તેમજ સેવક પરિવાર દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે ચંદુભાઈ મો.નં. 9879578825 અને નંદુભાઈ મો. નં. 8153894237 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.