મોરબી : આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા ભારતીય સેનાને વધાવવા માટે અને જવાનોનો જુસ્સો વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું નવા બસ સ્ટેશનથી પ્રસ્થાન થયું હતું. ત્યાંથી તિરંગા યાત્રા રામ ચોક શનાળા રોડ, જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઈટ ચોક, ગાંધી ચોક, બાપા સીતારામ ચોક થઈ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી,પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતીભાઈ પટેલ, જયંતિભાઈ કવાડિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિષિપભાઈ કૈલા, લાખાભાઈ જારીયા,તાલુકા ભાજપ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ લોકો ટુ-વ્હીલર સાથે તિરંગા લઈને જોડાયા હતા. જેથી મોરબી શહેરમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું.