મોરબી : મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 14 થી 18 મે સુધી યોજાનાર ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સૌના સાથ સહકારથી માનવ ઉત્કર્ષનું આયોજન કરી શકાય અને વર્તમાન પરિસ્થિતિમાં શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરવા સૌ ભાવિક ભક્તોને અપીલ કરવામાં આવી છે.