હળવદ : તા. 11-5-2025ને રવિવારના રોજ ધનાળા ગામ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જયશ્રી ઇલેવન કેદારીયા અને ક્રિષ્ના ઇલેવન હળવદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં જયશ્રી ઇલેવન કેદારીયાએ ટ્રોફી પોતાને નામ કરી હતી.આ મેચની ફાઇનલ મેચ નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ તકે હળવદ - ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકાના પ્રમુખ વિશાલભાઈ રાવલ, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ નયનભાઈ દવે, ક્ષત્રિય સમાજના પ્રમુખ ધીરુભા ઝાલા, વિજયભાઈ જાની, હળવદ તાલુકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધનાળા ગામના સરપંચ અનોપસિંહ ઝાલા, મોટી સંખ્યામાં મહેમાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ દરમ્યાન વિજેતા ટીમને આયોજકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રામદેવપીર યુવક મંડળ તેમજ યુવાનોએ આ સેવાકીય કાર્ય માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. જેમાં આદિત્યરાજ સિંહ, રૂદ્રસિંહ ઝાલા, વીરેન્દ્રસિંહ ઝાલા, રાજા ભુવા, દામોદરભાઈ, ચંદુ રબારી, રમેશ રબારી, મહેશ રબારી, યુવક મંડળ તેમજ રામદેવપીર યુવા ગ્રુપે સફળ આયોજન કર્યું હતું.