મોરબી : મોરબીમાં પાડાપુલ પૂર્ણ થાય ત્યાં રોડ ઉપર ગાર્બેજ કલેક્શનના વાહને કચરો ઢોળ્યો હતો. આ કચરો છેલ્લા 4 દિવસથી યથાવત સ્થિતિમાં છે. જેને હટાવવાની હજુ પણ તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવી નથી. બીજી તરફ આજે જ્યાં ચોખ્ખો રોડ હતો ત્યાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.