મોરબી : મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, ટંકારા, વાંકાનેર , હળવદ તથા માળિયા મિયાણા (પિપળીયા ચાર રસ્તા) ખાતે પાંચ દિવસ માટેના સમર સ્કિલ વર્કશોપ- 2025 તદ્દન ફ્રી ધોરણે યોજવામા આવશે. જે માટે ઓનલાઈન તથા ઓફલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.હાલમાં જિલ્લાની તમામ શાળાઓમાં વેકેશન છે તેવા સમયે સ્કૂલના ધોરણ 8 પછીના વિદ્યાર્થીઓ તેમના ઉનાળુ વેકેશનમાં એક અઠવાડિયામા પાંચ દિવસ રોજના બે કલાક / ચાર દિવસ રોજના અઢી કલાક / બે દિવસ રોજના પાંચ કલાક માટે કુલ 10 કલાકના મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપમાં જોડાઈ અને તેમની જીવનની કારકિર્દી અને આવનારા સમયની ટેકનોલોજી વિશે માહિતગાર થઈ શકે છે. સમર સ્કીલ વર્કશોપની ટ્રેનીંગમાં વિવિધ એકટીવીટી કરાવવામાં આવશે જેવી કે,(1) વર્કશોપમાં સલામતીનું મહત્વ, તેમજ ઘરેલુ વપરાશમાં ઉપયોગી ઇલેક્ટ્રીક સર્કિટ, ટૂલ્સ, સાધનો તેમજ ઈલેકટીક કાર્ય કરતી વખતે ધ્યાને લેવાના સલામતીના પગલાં(2) સીલિંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ અને તેની ઝડપને નિયંત્રિત કરતા રેગ્યુલેટરની પાછળનું વિજ્ઞાન તેમજ એલ.ઇ.ડી.લાઇટ(3) પ્રકાશ / શેડના ખ્યાલનો ઉપયોગ કરીને 3D પ્રિન્ટીંગનો પરીચય તેમજ પિકસેલના કદ બદલવાની સમજૂતી(4) ફ્યુઝ, MCB, રિલેનો સામાન્ય પરિચય, વાસ્તવિક સમયમાં MCBનું કાર્ય, વીજ કરંટના શ્રેણી અને સમાંતર પ્રવાહનો પરિચય, ઘરગથ્થુ ઇલેક્ટ્રિક સર્કિટમાં સમાંતર સર્કિટના સિદ્ધાંત પર કાર્ય કરતા બહુવિધ બલ્બનો ઉપયોગ કરીને બતાવવો, પોતાના માટે એકસ્ટેશન બોર્ડ બનાવો(5) કટીંગના મીકેનીક્સનો પરીચય , લેસર કટીંગ, ડ્રિલિંગ લેટ ઓપરેશન વગરે અંગે જાણકારી(6) એક્સેલની પાયાની સમજ તેમજ સરવાળા, બાદબાકી, સરેરાશ, શેષ, મધ્યક, એક્સેલમાં ચાર્ટ, pivot table ની સમજ.(7) પીવીસી પાઇપના ઉપયોગથી ટ્રમપેટ બનાવવું. પ્રાયોગિક અભ્યાસ દ્વારા(8) પ્રાયોગીક અભ્યાસ દ્વારા વેલ્ડિંગ રોડ કેમ પકડવી, વેલ્ડિંગ જ્યોતનો પ્રવાહ અંગે સિંગલ રોડ વેલ્ડિંગની મદદથી વેલ્ડિંગ અંગેની પાયાની સમજ(9) ઈલેક્ટ્રોનિક સાર્કિટ, સેમિકંડક્ટર, PCB બોર્ડ, સોલ્ડરિંગનો પરિચય(10) પ્લમ્બિંગ અંગેની બેજિક સમજ, તે માટે ઉપયોગમાં લેવાતા વાલ્વ, વોશર, લીકેજ અંગેની સમજ(11) પેટ્રોલ ડીઝલ એન્જિનનો વર્કિંગ અંગેનો કટ સેક્શન, એક્સલેટર, તેમજ બ્રેકનું કાર્ય, વ્હિલ કેવી વળે છે તે અંગેની સમજ(12) સિવણનો ઘરેલુ ઉપયોગ તથા સીવણ થીયરીની સમજ (13) એર કન્ડિશનિંગ અંગેનો પરિચય, આઉટડોર યુનિટ સાફ કેમ કરવું, ટ્યુબની સાફ- સફાઈ તેમજ એર કુલરને સાફ કેમ કરવું ? કુલિંગ પેડ કે બદલવા તે અંગેની સમજ આપવામાં આવશે.વધુ માહિતી માટે (1) આઈ.ટી.આઈ.મોરબી 9325954022 8320169599(2) આઈ.ટી.આઈ ટંકારા 9724816118(3) આઈ.ટી.આઈ હળવદ 9265976793(4) આઈ.ટી.આઈ. માળીયા ( મિ )9624376133 (5) આઈ.ટી.આઈ.વાંકાનેર :- 9898111235 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.સરકારી આઈ.ટી.આઈ મોરબી ખાતે સમર સ્કીલ વર્કશોપમાં બે દિવસ માટે ( રોજની પાંચ કલાક ) અથવા પાંચ દિવસ માટે ( રોજની બે કલાક ) કુલ 10 કલાકના સમર સ્કીલ વર્કશોપમાં જોડાવા માટે forms.gle/wvtcL8NgGV6wsoyGA લિંકમાં જઈને રજિસ્ટ્રેશન કરવું.