વોકિંગ કરતી વખતે બ્રેઇન સ્ટ્રોક આવતા સુરતની હોસ્પિટલમાં દાખલ હતા, આજે અંતિમ શ્વાસ લીધામોરબી : મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર જે.બી.પટેલનું સુરતમાં અવસાન થયું છે. આ અંગે જાણ થતાં મોરબી જિલ્લા વહીવટી તંત્રમાં પણ શોક વ્યાપી ગયો છે. મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત જીવન ગાળતા જે.બી.પટેલને તાજેતરમાં સુરતમાં વોકિંગ કરતી વખતે બ્રેઈન સ્ટ્રોક આવતા ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાં તેઓની સારવાર ચાલુ હતું. આ દરમિયાન આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે જે. બી. પટેલે મોરબી જિલ્લા કલેકટર તરીકે કોરોના કાળ દરમિયાન ફરજ બજાવી હતી. નિવૃત થયા બાદ તેઓ અમેરિકા પણ ગયા હતા. ત્યાંથી તેઓ સુરત સ્થાયી થયા હતા.