હરબટિયાળી નજીક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત : સદનસીબે કોઈ જાનહાની નહિટંકારા : ટંકારાના હરબટીયાળી નજીક હાઇવે ઉપર આજે એક કારે કેબિનમાં ઘુસી અનેક સામાનને અને બે બાઇકને હડફેટે લીધા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની ન સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટાટા નેક્સોન કાર મોરબીથી રાજકોટ તરફ જઈ રહી હતી. તે વેળાએ હરબટીયાળી ગામના પાટિયા પાસે જીવાપર ગામ જવાના ખુણા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર એક કેબિનમાં ઘુસી હતી. જ્યાં ઘણો સામાન કારે હડફેટે લીધો હતો. આ સાથે બે બાઇક ત્યાં પડ્યા હતા તેને પણ હડફેટે લીધા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.