કારની સાઈડ કાપવા રીક્ષા ચાલકે કાવું માર્યુંને બે મહિલા રોડ ઉપર પડી ગઈમોરબી : મોરબીના સાપરથી જેતપર જતા હાઇવે ઉપર ઓટો રીક્ષા ચાલકે સ્વીફ્ટ કારની સાઈડ કાપવા માટે અચાનક કાવું મારતા રીક્ષા કારની પાછળ અથડાઈ હતી અને રીક્ષામાં બેઠેલા બે મહિલા રોડ ઉપર પટકાતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતમાં અન્ય ત્રણ મહિલાઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે રહેતા મધુબેન મનસુખભાઇ પરમાર ઉ.42 નામના મહિલાએ જીજે - 36 - ડબ્લ્યુ - 0645 નંબરની ઓટો રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ અન્ય ચાર બહેનો સાથે રીક્ષામાં બેસીને જેતપર આવી રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે અચાનક કાવું મારી સ્વીફ્ટ કારની સાઈડ કાપવા જતા રીક્ષા કાર પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં મધુબેન તેમજ ગીતાબેન પરમાર રોડ નીચે પડી જતા બન્નેને વધુ ઇજાઓ પહોંચી હતી.જ્યારે રીક્ષામાં બેઠેલા અન્ય ત્રણ મહિલાઓને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી.અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મધુબેનની ફરિયાદને આધારે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.