વાંકાનેર : મોરબીથી સુરત તરફ ટ્રક લઈને જઈ રહેલા મૂળ હળવદના વતની અને હાલમાં મોરબીના યમુનાનગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ બચુભાઇ બાવડા ઉ.37 નામનો યુવાન કેરાળા ગામના પાટિયા પાસે પોતાનો ટ્રક ઉભો રાખી સામેની તરફ ચા પીવા માટે પગપાળા જતો હતો ત્યારે જીજે - 36 - એસી - 5457 નંબરના કાર ચાલકે હડફેટે લઈ પછાડી દેતા હેમરેજ અને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.